WhatsApp Group Join Now
GSSSB Revenue Talati Result 2025



GSSSB Revenue Talati Result 2025 :

GSSSB રેવન્યુ તલાટી રિઝલ્ટ 2025 – ડાયરેક્ટ લિંક અને સંપૂર્ણ માહિતી

ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) દ્વારા લેવાયેલા રેવન્યુ તલાટી ભરતી પરીક્ષા 2025 નું રિઝલ્ટ હવે જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા આપનારા ઉમેદવારો હવે પોતાનું રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઈટ પરથી સરળતાથી ચેક કરી શકે છે. આ લેખમાં અમે તમને રિઝલ્ટ ચેક કરવાની પ્રક્રિયા, મેરિટ લિસ્ટ, કટ-ઓફ માર્ક્સ અને આગામી તબક્કા વિશે વિગતવાર માહિતી આપીશું.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નીચે મહત્વની વિગતો આપવામાં આવી છે:

સંગઠન: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)

જાહેરાત ક્રમાંક: 301/202526

પોસ્ટનું નામ: રેવન્યુ તલાટી

કુલ ખાલી જગ્યાઓ: 2389

પરિણામ શ્રેણી: પરિણામ

પ્રારંભિક પરીક્ષા તારીખ: 14 સપ્ટેમ્બર 2025

પરીક્ષા સમય: બપોરે 2:00 થી સાંજે 5:00

કુલ ગુણ: 200

પરિણામ જાહેર તારીખ: 26 સપ્ટેમ્બર 2025

સત્તાવાર વેબસાઇટ: gsssb.gujarat.gov.in



કટ-ઓફ માર્ક્સ

દર વર્ષે કટ-ઓફ માર્ક્સ અલગ હોય છે. આ વર્ષે પરીક્ષા માધ્યમ કઠિન હતી એટલે કટ-ઓફ થોડું વધારે રહેવાની શક્યતા છે.

કેટેગરી  કટ-ઓફ


                
                 Mail     Femail

•જનરલ :    122       109

•EWS :      112      101

•OBC :       113        99

•SC :         112        100

•ST :           81          80

Ex- Servicemen : 80







 રિઝલ્ટ ચેક કરવાની ઓફિશિયલ વેબસાઈટ

GSSSB દ્વારા રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો નીચેના સ્ટેપ્સ ફોલો કરીને પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે:


1. સૌપ્રથમ gsssb.gujarat.gov.in પર જાઓ


2. હોમ પેજ પર “Result/Selection List” વિભાગ પર ક્લિક કરો


3. “Revenue Talati Result 2025” લિંક શોધો અને ક્લિક કરો


4. તમારું Confirmation Number અને જન્મ તારીખ દાખલ કરો


5. “View Result” બટન પર ક્લિક કરો


6. તમારું રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે – તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢો